90''ના દાયકાના ગૅંગસ્ટરની કથા ''મુમ્મ ભાઈ''

90''ના દાયકાના ગૅંગસ્ટરની કથા ''મુમ્મ ભાઈ''
આલ્ટ બાલાજી અને ઝી ફાઇવ પર સ્ટ્રીમ થતી મુમ્મ ભાઈ વેબ સિરીઝ દર્શકોમાં લોકપ્રિય થઈ રહી છે. 90'ના દાયકાની ગૅંગસ્ટર ડ્રામા સિરીઝમાં ગુનેગાર અને પોલીસ વચ્ચેની મિત્રતા અને દુશ્મનીની કથા છે. આ સિરીઝમાં અંગદ બેદી અને સિકંદર ખેર અનુક્રમે ભાસ્કર અને રામા શેટ્ટીની ભૂમિકા ભજવે છે. ભાસ્કર પોલીસ ઇન્સ્પેટર છે  અને રામા ગૅંગસ્ટર છે. આ બંને કલાકારોએ  ઉત્તમ પરફોર્મન્સ આપ્યું છે. મુમ્મ ભાઈનું પાત્રાલેખન સુંદર છે.  બંને મુખ્ય પાત્રોનો હેતુ મુંબઈ પર રાજ કરવાનો અને તેના ભાઈ બનવાનો છે. 
મુમ્મ ભાઈમાં સંદીપા ધાર નારીવાદી ચાર્ટર્ડ એકાઉટન્ટ વૈષ્ણવી, મધુરીમા વાઇબ્રન્ટ રંજના અને ત્રિશા મુખરજી તેજસ્વી મીરાનું પાત્ર ભજવે છે. મુંબઈના અંડરવર્લ્ડની કથા કહેતી આ સિરીઝના નિર્માતાએ ફિલ્મમાં જેલ, સત્તા, પૈસો, રાજકારણ, મુંબઈ અને દુબઈને અલગ જ અંદાજમાં દર્શાવ્યા છે. 
અંગદે જણાવ્યું હતું કે, અમે લોકડાઉન જાહેર થયું તેના થોડા સમય પહેલાં જ શૂટિંગ શરૂ કર્યું હતું. લોકડાઉનમાં તો બધું બંધ હતું છતાં અમે 30 દિવસનું શૂટિંગ મહામુશ્કેલીએ કર્યું હતું. શૂટિંગ દરમિયાન મને ઘણી ઇજાઓ થઈ હતી. આમાં એકશન અને ઇમોશનનો સુંદર સમન્વય છે. 
સિકંદરે જણાવ્યું હતું કે, છેવટે અમારી સિરીઝ સ્ટ્રીમ થઇ અને બધાને તે ગમી રહી છે. આમાં એ જ પોલીસ અને ગુંડા વચ્ચેની પકડદોડ છે. છતાં તેનું દિગ્દર્શન અલગ રીતે કરવામાં આવ્યું છે. રામા શેટ્ટીની ભૂમિકા પડકારજનક હતી અને તેને સારી રીતે રજૂ કરી શકયો તેનો આનંદ છે.Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer