શાહરુખ ખાનના ઘરમાં રહેવું છે?

શાહરુખ ખાનના ઘરમાં રહેવું છે?
બૉલીવૂડના કિંગ ખાન શાહરુખ અને ગૌરીના ઘરમાં રહેવું છે? આવી તક મળતી હોય તો કોણ જતી કરે? શાહરુખના ચાહકો તો આવી તકની રાહ જોતાં હોય છે અને હવે તે તેમને મળી શકે એમ છે. 2021ના વેલેન્ટાઇન ડેએ શાહરુખના દિલ્હી ખાતેના બંગલામાં બે રાત રહેવાનો લાભ મળી શકે એમ છે. 
શાહરુખ અને ગૌરીએ એક મેળવી આપતી સંસ્થા સાથે મળીને એક સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ `ઓપન આર્મ વેલકમ'નો અર્થ લખીને 30 નવેમ્બર સુધી મોકલવાનું છે. જેનો જવાબ સૌથી સારો હશે તેને શાહરુખ-ગૌરીના દિલ્હીના આલિશાન બંગલામાં 13 અને 14 ફેબ્રુઆરી 2021માં રહેવાની તક મળશે. 
ગૌરી ઇન્ટિરિયર ડિઝાઈનર છે. તાજેતરમાં જ તેણે દિલ્હીના બંગલાને રિડિઝાઇન કર્યો છે, તેના ફોટો અને વીડિયોને ગૌરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શાહરુખે બંગલાના ફોટોને શેર કરતા લખ્યું કે,દિલ્હીના આ ઘરમાં અમારી ઘણી સારી યાદો છે. અમારા મનમાં દિલ્હી ખાસ સ્થાન ધરાવે છે. ગૌરીએ દિલ્હીના એ ઘરને રિડિઝાઇન કર્યું છે. તમે આ ઘરના મહેમાન બની શકો છો. ગૌરીએ આ બંગલાના દરેક રૂમથી ડ્રોઇંગરૂમ સુધીની ઝલક વીડિયોમાં દેખાડી છે.Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer