એનસીડેક્સમાં જીરુંનાં વાયદામાં નીચલી સર્કિટ

એનસીડેક્સમાં જીરુંનાં વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ, તા. 18 : નવા વર્ષના પ્રારંભે કોમોડિટીનાં કારોબાર નરમાઇના ટોન સાથે શરૂ થયા છે. આજે હાજર બજારોમાં મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રની ઘણી મંડીઓમાં મુહુર્ત થયા હતા. આજ રીતે વાયદામાં પણ કામકાજ શરૂ થયા હતા સતત સુસ્તી વચ્ચે આજે ક?ષિ કોમોડિટીમાં કારોબાર મંદીમાં હતા. આજે એકંદરે ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.  ઇન્ડેક્ષ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. એગ્રિડેક્સ સવારે 1215.20 અંક સાથે ખુલ્યો હતો અને સાંજે 1214.05 અંક પર  બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઇન્ડેક્સનાં વાયદાનાં ભાવ સવારે 1214.75 અંક ખુલી ઉંચામાં 1214.75 જ્યારે નીચામાં 1209.00 થઇ સાંજે 1212.00 અંક પર બંધ રહ્યા હતા. એગ્રિડેક્સમાં આજે કુલ 11 સોદા સાથે એક કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા. જ્યારે ઉભા ઓળિયા 6 થયા હતા.  જીરાનાં અમુક વાયદામાં બે થી ચાર ટકાની નીચલી સર્કિટ લાગી હતી. આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા જ્યારે સોયા કોમ્પ્લેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે સોયાતેલના વાયદા 291 કરોડ રૂપિયાનાં જ્યારે ચણાનાં વાયદા 208 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. 
એરંડા, ચણા, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, કપાસ, જીરૂ, સરસવનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે સોયાબીન તથા સોયાતેલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  એરંડાનાં ભાવ 4600 રૂપિયા ખુલી 4582 રૂપિયા, ચણા 5255 રૂપિયા ખુલી 5221 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 1955 રૂપિયા ખુલી 1942 રૂપિયા, ધાણા 6578 રૂપિયા ખુલી 6576 રૂપિયા ગુવાર સીડનાં ભાવ 4107 રૂપિયા ખુલી 4040 રૂપિયા બંધ રહ્યા હતા આજ પ્રમાણે ગુવાર ગમ 6303 રૂપિયા ખુલી 6203 રૂપિયા, જીરાનાં ભાવ 13960 રૂપિયા ખુલી 13945 રૂપિયા બંધ રહ્યા હતા.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer