સ્માર્ટફોનના શિપમેન્ટમાં 17 ટકાનો વધારો થયો

સ્માર્ટફોનના શિપમેન્ટમાં 17 ટકાનો વધારો થયો
મુંબઈ, તા. 18 : કોવિડ-19ના કાળા વાદળો  ટેક ઈન્ડસ્ટ્રી પરથી વિખેરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઈંઉઈ (ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન)ના રિપોર્ટ પ્રમાણે, વર્ષના ત્રીજા ક્વાટર (જુલાઈથી સપ્ટેમ્બર)માં ટોચના 3 દેશોમાં ભારત 17% ગ્રોથ કરનારો એક માત્ર દેશ છે. ભારતમાં 54.3 મિલિયન (5.43 કરોડ) સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું છે. આ દરમિયાન ચીન અને અમેરિકાના માર્કેટમાં શિપમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. 
ભારતીય ટેક માર્કેટને ફેસ્ટિવ સેલને લીઘે ફાયદો થયો છે. ઓફલાઈન માર્કેટની સરખામણીએ ઓનલાઈન માર્કેટમાં સ્માર્ટફોનનો સેલ વધુ થયો છે. જોકે બંને માર્કેટમાં ગ્રોથ જોવા મળ્યો છે. 
ઓનલાઈન રિટેલર્સનો શેર આ દરમિયાન 48%ના ગ્રોથ સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યો છે. વાર્ષિક આધારે 24%નો ગ્રોથ થયો છે. મોટા ભાગના ગ્રાહકોએ આ દરમિયાન ઓનલાઈન શાપિંગને પ્રાથમિકતા આપી છે. કારણ કે ઓનલાઈન બેંક ઓફર્સ સાથે બીજા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યા હતા. 
ઓફલાઈન ચેનલ્સે જૂન મહિના બાદ 11%નો મીડિયમ ગ્રોથ કર્યો છે. ઘઊખત (ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ)એ ઓછી કિંમતના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. તેમાં ક્વૉડ કેમેરા, હાઈ મેગાપિક્સ કાઉન્ટ્સ, વધારે સ્ટોરેજ, મોટી બેટરીવાળા સ્માર્ટફોન સામેલ છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer