વેદાંત બીપીસીએલમાં સરકારનો સંપૂર્ણ હિસ્સો ખરીદવા તૈયાર

વેદાંત બીપીસીએલમાં સરકારનો સંપૂર્ણ હિસ્સો ખરીદવા તૈયાર
વેદાંત અને બીપીસીએલના બિઝનેસમાં ઘણું સામ્ય
નવી દિલ્હી તા. 18 : વેદાંત ગ્રુપ અૉફ કંપનીએ બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ)માં સંપૂર્ણ 52.98 ટકા હિસ્સો ખરીદવા માટે રસ (પ્રીલિમિનરી એક્સપ્રેશન અૉફ ઇન્ટરેસ્ટ - ઇઓઆઇ ) દાખવ્યો છે.
વેદાંત અને બીપીસીએલનો બિઝનેસ ઘણો સામ્ય ધરાવતો હોવાથી કંપનીએ સરકારનો પૂરો 52.98 ટકા હિસ્સો ખરીદવા માટે ઉત્સુકતા દશાર્વી હોવાનું આ ઘટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. 
બીપીસીએલ દેશમાં ફ્યુઅલ રિટેલ ક્ષેત્રની બીજા ક્રમની સૌથી મોટી કંપની છે. કેન્દ્ર સરકાર બીપીસીએલમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા માગે છે અને તે માટે ઇચ્છાપત્ર મોકલવાની અંતિમ તારીખ 16 નવેમ્બર 2020 હતી. 
કંપનીના પ્રવક્તાના જણાવ્યા મુજબ વેદાંતના અૉઇલ અને ગૅસ બિઝનેસ માટે બીપીસીએલનો હિસ્સો ખરીદવો અનુકૂળ છે. ઇઓઆઇ હજી પ્રાથમિક તબક્કામાં છે અને તેમાં આગળ જતાં સુધારા સંભવ છે, એમ વેદાંતના પ્રવક્તાએ જણાવ્યું હતું.
બીપીસીએલમાં હિસ્સો ખરીદવા માટે અનેક ઇઓઆઇ સરકારને મળ્યા છે પરંતુ તેની વિગતો હજી જાહેર કરવામાં આવી નથી. 

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer