ઉર્જા વિભાગની આર્થિક સ્થિતિ સારી છતાં વીજ બિલોમાં રાહત કેમ નહીં?

ઠાકરે સરકાર સામે ફડણવીસનો કટાક્ષ
મુંબઈ, તા.18 : મહારાષ્ટ્રમાં કોરોના સંબંધી લૉકડાઉન અને ત્યાર બાદ પણ ગ્રાહકોને ઉંચા વીજળી બિલોનો મુદ્દો હજુએ ગાજી રહ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે વીજ બિલોમાં કોઇ પણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કરતા ભાજપે ટીકા કરી છે. પૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે આ પ્રશ્ને રાજ્યના ઉર્જા પ્રધાન નીતિન રાઉત સામે નિશાન સાધ્યું હતું. 
ફડણવીસે જણાવ્યું હતું કે વીજળીના ઉંચા બિલો સંબંધે સરકાર જનતાને રાહત આપી શકે એમ છે કેમ કે ઉર્જા વિભાગની આર્થિક સ્થિતિ ખૂબ સારી છે. પૂર્વ ઉર્જા પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આ સંબંધે સવિસ્તાર માહિતી પણ આપેલી છે પરંતુ ઉર્જા પ્રધાન નીતિન રાઉતનો આ મામલે અભ્યાસ ઓછો અને અધૂરો છે. મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારે અગાઉ ઉંચા વીજ 
બિલોમાં રાહત આપવાનું જણાવેલું છે અને હવે આ બાબતે હાથ ઉંચા કરી દીધાં એ જનતા સાથે વિશ્વાસઘાત છે.

Published on: Wed, 18 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer