ફ્લાઇંગ રાણી એક્સ્પ્રેસની ફેરીઓ 31 ડિસેમ્બર સુધી લંબાવાઇ

મુંબઈ, તા.18 : તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ-સુરત વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સ્પ્રેસ ટ્રેનની ફેરીઓ 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે અખબારી યાદી બહાર પાડીને જાણકારી આપી હતી કે મુંબઈ-સુરત વચ્ચે રોજ આવ-જા કરતી 02921/02922 સુરત ફ્લાઇંગ રાણી સુપરફાસ્ટ એક્સ્પ્રેસ હવે વીસ નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન રોજ સાંજે 17.55 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડીને રાત્રે 22.35 વાગ્યે સુરત પહોંચે છે અને રોજ સવારે 5.40 વાગ્યે સુરતથી પ્રસ્થાન કરીને સવારે 10.20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer