ડેવલપમેન્ટ પ્લાનમાં મહિલાઓ માટે સુવિધા આપનાર મુંબઈ પહેલું શહેર બન્યું

મુંબઈ, તા. 18 : મહિલાઓની સુવિધા અને સગવડને ધ્યાનમાં રાખ્યા વિના શહેરોને બનાવવામાં આવ્યા છે. પરંતુ મુંબઈ દેશનું પહેલું શહેર બન્યુ છે જેણે ડેવલપમેન્ટ પ્લાનમાં મહિલાઓની જરૂરિયાતોને પૂરી પાડવાની યોજના બનાવી છે. 
મુંબઈ મહાનગરપાલિકાએ એના રિવાઇઝ્ડ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન-2034માં જેન્ડર, સ્પેશિયલ ગ્રુપ્સ એન્ડ સોશિયલ ઇક્વિટી નામનું એક પૂરૂં પ્રકરણ ઉમેર્યું છે, જેને 2018માં રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. 
શરૂઆતના તબક્કામાં પાલિકા શહેરભરમાં 90 પ્લોટ અનામત રાખશે જ્યાં મહિલાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી બાંધકામો કરાશે. એમાં સાયન-કોળીવાડા ખાતે સ્કિલ ડેવલપમેન્ટ માટે આધાર કેન્દ્ર અને ગોરેગામ ખાતે ચાઇલ્ડ કેર સેન્ટર બનાવવામાં આવશે.જ્યારે એન્ટોપ હિલ, ગોરેગામ પૂર્વ અને ભાંડુપ ખાતે વિવિધ સુવિધાઓથી સજ્જ વર્કિંગ વીમેન્સ માટે ભાડાના ઘરો તૈયાર કરાશે. તો ગોરેગામ પૂર્વ અને ભાંડુપ વેસ્ટમાં મહિલાઓ માટેના વૃદ્ધાશ્રમ બનાવાશે. વૃદ્ધાશ્રમના બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 
2013માં મહિલાઓના ગ્રુપ દ્વારા મહિલાઓ માટેની ખાસ સુવિધાઓની માંગણી કરતું આવેદન તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યું હતું. જોકે 2015માં ડેવલપમેન્ટ પ્લાનનો રેડમેપ રિલીઝ કરાયો ત્યારે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ હિમત હાર્યા વિના 50 એક્ટિવિસ્ટ, મહિલાઓના ગ્રુપ, રાજકારણીઓ, આર્કિટેક્ટ અને આયોજનકારોએ મુખ્યપ્રધાનને અને પાલિકા કમિશનરને રિવિઝન કમિટી બનાવવાની અપીલ કરી.નમુખ્યપ્રધાન કાર્યાલયે 2034ના ડીપી પ્લાનના ડ્રાફ્ટને નકારતા ફરી પ્રયાસો કરવામાં આવ્યા. આ પ્રક્રિયામાં 50 મહિના કરતા ઓછો સમય લાગ્યો અને આ અસમાનતાને પડકારવા તમામ મહિલાઓ, ખાસ કરીને હાંસિયામાં રહેતી મહિલાઓને સામેલ કરવી એ મોટું પગલું હતું, એમ અક્ષરા કેન્દ્રના નંદિતા શાહે જણાવ્યું. 
નંદિતા શાહે વધુમાં જણાવ્યું કે, મહત્ત્વની વાત એ છે કે મહિલાઓ માટે શહેરના એકાદા વિસ્તારમાં નહીં, પણ તમામ 24 વૉર્ડમાં મહિલાઓ માટેના સુવિધા કેન્દ્ર બાંધવામાં આવશે. 
મહાપાલિકાની યોજના મુજબ શહેરના 18 વૉર્ડમાં 1000 ચોરસ મીટરના પ્લોટ પર કામ કરતી મહિલાઓ માટે મલ્ટીપરપઝ હાઉસિંગ કૉમ્પ્લેક્ષ બનાવશે. 23 વૉર્ડમાં નેબરહૂડ કેર સેન્ટર બનાવાશે, અહીં ચાઇલ્ડકેર સેન્ટર પણ બનાવાશે. 13 વૉર્ડમાં આધાર કેન્દ્ર બનાવાશે જ્યાં ગરીબ મહિલાઓને ધંધો શરૂ કરવાની ટ્રાનિંગ અપાશે. 
આસિસ્ટંટ મ્યુનિસિપલ કમિશનર (પ્લાનિંગ) સંગીતા હસનાલેએ જણાવ્યું કે, મુંબઈને તમામ મહિલાઓ માટે સુરક્ષિત બનાવવું.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer