વારાવારા રાવને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાશે

વારાવારા રાવને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાશે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 18 :  એલગાર પરિષદ અને નક્ષલવાદીઓ વચ્ચેની સાંઠગાંઠના કેસમાના 81 વર્ષના આરોપી વારાવારા રાવને નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવા સરકાર તૈયાર થઈ છે. વારાવારા રાવ અત્યારે તળોજા જેલમાં છે અને ગંભીર રીતે બિમાર હોવાનું કહેવાય છે. 
હાઈ કોર્ટની બુધવારની સુનાવણીમાં બે જજની બૅન્ચે સરકારી વકિલને એવો પ્રશ્ન પુછ્યો હતો કે કોઈ મરણ પથારીએ પડ્યું હોય અને તે હોસ્પિટલમાં ભરતી કરાવવાની માગણી કરે તો અમે તેને ના કેવી રીતે પાડી શકીએ. 
આને પગલે સરકારી વકિલે કહ્યું હતું કે એક સ્પેશિયલ કેસ તરીકે સરકાર વારાવારા રાવને 15 દિવસ માટે નાણાવટીમાં ખસેડાશે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer