લદ્દાખ બોર્ડરે શિયાળામાં કાતિલ ઠંડી વચ્ચે સૈનિકો માટે આધુનિક સુવિધાઓ

લદ્દાખ બોર્ડરે શિયાળામાં કાતિલ ઠંડી વચ્ચે સૈનિકો માટે આધુનિક સુવિધાઓ
નવી દિલ્હી, તા.18 : લદ્દાખ સરહદે ભારત-ચીન વચ્ચે હજુએ તણાવની સ્થિતિ છે, તેમાં હવે ઠંડી શરૂ થતાં ભારતીય લશ્કરે સીમાડાની સુરક્ષા માટે વિશેષ તૈયારીઓ આરંભી દીધી છે. પૂર્વી લદ્દાખમાં એલએસી વિસ્તારમાં શિયાળામાં 40 ફૂટ બરફ પડે છે અને ગાત્રો થિજાવતી માઇનસ 30-40 અંશ ઠંડી પડે છે. શિયાળામાં સરહદની સુરક્ષા અને દૂશ્મનોની ચાલ નિષ્ફળ બનાવવા ભારતીય લશ્કર સજ્જ  થઇ રહ્યું છે.  શિયાળામાં હિમ વર્ષા વખતે જવાનોને રહેવા અને ટક રહેવા ગરમી મળી રહે એ પ્રકારના ટેન્ટ અને બંકરો તૈયાર થઇ રહ્યા છે, તેમાં વીજળી અને ગરમ પાણીની સુવિધાની પણ સગવડો છે. લશ્કરના જણાવ્યા પ્રમાણે જવાનોને કોઇ પણ પ્રકારની અડચણો ન આવે એવી તમામ આધૂનિક સુવિધાઓ બોર્ડરે તૈયાર થઇ રહી છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer