ઇડીએ મૃતક ગેન્ગસ્ટર ઇકબાલ મિર્ચીની પાંચસો કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

ઇડીએ મૃતક ગેન્ગસ્ટર ઇકબાલ મિર્ચીની પાંચસો કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
નવી દિલ્હી, તા. 18 : મૃતક ગેન્ગસ્ટર ઇકબાલ મિર્ચીની મુંબઈ સ્થિત લગભગ પાંચસો કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લેવાયાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે જણાવ્યું હતું. હવાલા અને કેફી દ્રવ્યોની હેરાફેરી સહિતના કેસની કલમો અંતર્ગત આ કાર્યવાહી થયાંનું ઇડીએ જણાવ્યું હતું. 
ઇડીના જણાવ્યા પ્રમાણે મુંબઈના વરલી વિસ્તારમાં મિર્ચીની રાબિયા મેન્શન, મરિયમ લૉંજ, અને સી વ્યૂ નામની સંપત્તિને ટાંચમાં લીધી છે. મિર્ચી ટોળકીના અગાઉના ખંડણી, હવાલા અને નશિલા પદાર્થોની હેરાફેરીના કેસો અને તેના સંબંધીત પૂરાવાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ટાંચમાં લેવાયેલી સંપત્તિની કુલ કિંમત લગભગ પાંચસો કરોડ રૂપિયા છે. મુંબઈ પોલીસ દ્વારા મિર્ચી વિરૂદ્ધ અગાઉ નોંધાયેલા કેસોની તપાસ અને સંબંધીત પૂરાવાઓની ચકાસણી બાદ આ કાર્યવાહી કરાઇ છે.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer