ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને આવકવેરા વિભાગની નોટિસ, 21 દિવસમાં જવાબ આપવો પડશે

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને આવકવેરા વિભાગની નોટિસ, 21 દિવસમાં જવાબ આપવો પડશે
સાતારા, તા. 18 : ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણને આવકવેરા વિભાગે નોટિસ મોકલવામાં આવી છે. તેમની પાસે છેલ્લા 10 વરસની સંપત્તિની વિગતો માંગવામાં આવી છે. ચવ્હાણે 21 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો છે. 
પૃથ્વીરાજને દિવાળી ટાંકણે આવકવેરા વિભાગે નોટિસ મોકલાવી છે. આં અંગેની જાણકારી તેમણે આજે પત્રકારોને જણાવી હતી. આ નોટિસનો જવા 21 દિવસમાં આપવાનો છે અને એ સમયે તેમણે પ્રત્યક્ષ હાજર 
રહેવું પડશે. એટલે અમે યોગ્ય કાર્યવાહી કરી રહ્યા હોવાનું ચવ્હાણે જણાવ્યું. આ નોટિસ આવકવેરા વિભાગની રૂટિન કાર્યવાહીનો ભાગ છે અને એનો સવિસ્તર જવાબ આપવામાં આવશે. 
આવકવેરા વિભાગની નોટિસ અંગે ટિપ્પણી કરતા પૃથ્વીરાજ ચવ્હાણે શરદ પવારને આવેલી નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. એ સમયે તેમણે ભાજપની કાર્યપદ્ધતિ પર ટીકા કરવાની સાથે યંત્રણાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું જણાવ્યું. સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો, કોના માટે કરવો એ અંગે ભાજપે આયોજનબદ્ધ વ્યુહરચના કરી છે. એ મુજબ બધું થઈ રહ્યુ છે. થોડા દિવસ અગાઉ શરદ પવારને આવી જ નોટિસ આવી હતી અને હવે મને નોટિસ મોકલવામાં આવી છે, એમ ચવ્હાણે જણાવ્યું. 
કેન્દ્રની મોદી સરકાર અને ભાજપની સતત લક્ષ્ય બનાવતા હોવાથી આવકવેરા વિભાગે નોટિસ મોકલાવી છે એવું તમને લાગે છે, પ્રશ્નના જવાબમાં ચવ્હાણે કહ્યું એવું મને લાગતું નથી,મ ત્ર સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો એની જાણ ભાજપને છે, એમ  ચવ્હાણે જણાવ્યું. એ સાથે તેમણે ઉમેર્યું કે ભાજપના નેતાઓને આવકવેરા વિભાગની નોટિસ આવતી નથી.

Published on: Thu, 19 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer