એનસીડેક્સમાં કપાસિયા ખોળ વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઈ, તા. 19 : નવા વર્ષની રજાઓ બાદ મંડીઓમાં કારોબાર સામાન્ય થઇ રહ્યા છે. આજે વાયદામાં પણ કારોબાર વધ્યા હતા. હાજર બજારોમાં મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રની ઘણી મંડીઓમાં મુહુર્ત થયા હતા. સતત ત્રણ દિવસની સુસ્તી બાદ આજે અમુક ક?ષિ કોમોડિટીમાં ઉછાળો જોવા મળ્યો હતો.  એનસીડેક્સ ખાતે ઇન્ડેક્ષ આજે વધ્યા મથાળે બંધ રહ્યો હતો. એગ્રિડેક્સ સવારે 1215.05 અંક સાથે ખુલ્યો હતો અને સાંજે 1216.60 અંક પર  બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઇન્ડેક્સનાં વાયદાનાં ભાવ સવારે 1221.50 અંક ખુલી ઉંચામાં 1222.0 જ્યારે નીચામાં 12189.50 થઇ સાંજે 1218.50 અંક પર બંધ રહ્યા હતા. એગ્રિડેક્સમાં આજે કુલ 9 સોદા સાથે એક કરોડ રૂપિયાનાં વેપાર થયા હતા. જ્યારે ઉભા ઓળિયા 8 થયા હતા.  કપાસિયા ખોળનાં અમુક વાયદામાં બે થી ચાર ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આજે ગુવાર કોમ્પ્લેક્ષ તથા સોયા કોમ્પ્લેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે સોયાતેલના વાયદા 417 કરોડ રૂપિયાનાં જ્યારે સોયાબીનનાં વાયદા 389 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. 
એરંડા, કપાસિયા ખોળ, ધાણા, કપાસ, જીરૂનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ચણા, ગુવાર ગમ, ગુવાર સીડ, સરસવ, સોયાબીન, હળદર તથા સોયાતેલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  એરંડાનાં ભાવ 4582 રૂપિયા ખુલી 4638 રૂપિયા, ચણા 5150 રૂપિયા ખુલી 5125 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 1944 રૂપિયા ખુલી 2019 રૂપિયા, ધાણા 6550 રૂપિયા ખુલી 6570 રૂપિયા ગુવાર સીડનાં ભાવ 4074 રૂપિયા ખુલી 4070 રૂપિયા બંધ રહ્યા હતા.

Published on: Fri, 20 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer