પરિવાર સાથે સલમાન ખાન આઇસોલેશનમાં

પરિવાર સાથે સલમાન ખાન આઇસોલેશનમાં
હાલમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા હોવાની વાતે સૌ હરખાઇ રહ્યા છીએ. પરંતુ તહેવારો પૂરા થયા બાદ હવે શું સ્થિતિ થશે તે જોવી મહત્ત્વની રહેશે. દરમિયાન બૉલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો ડ્રાઇવર અને સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવતાં અભિનેતા અને તેના પરિવારે સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. આ તમામના કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. 
સલમાનના ડ્રાઇવર અને સ્ટાફના સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમનો તમામ તબીબી ખર્ચ ખાન પરિવાર આપશે. 
વાસ્તવમાં તો સલમાનનાં માતા-પિતા સલમા અને સલીમ ખાનની 56મી લગ્નતિથિ નિમિત્તે ખાન પરિવાર ભવ્ય પાર્ટી આપવાની યોજના કરી રહ્યો હતો. જોકે, હવે કોરોના વાઇરસને કારણે આ ઉજવણી કદાચ રદ થશે. હાલમાં સલમાન ટીવી રિયાલિટી શૉ બિગ બોસ-14નું સંચાલન કરે છે. આ ઉપરાંત તેની ફિલ્મોના શૂટિંગનું શિડયુલ પણ ચાલી રહ્યું છે. હાલમાં તેણે રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટણી છે. આ ઉપરાંત 2014ની કિકની સિકવલ તથા કભી ઇદ કભી દિવાલીમાં પણ તે અભિનય કરી રહ્યો છે.

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer