ભારતીય સૈન્યનાં સાહસ અને બહાદુરીને બિરદાવતી ફિલ્મ ''ઇન્ડિયન આર્મી : 24 અવર્સ''

ભારતીય સૈન્યનાં સાહસ અને બહાદુરીને બિરદાવતી ફિલ્મ ''ઇન્ડિયન આર્મી : 24 અવર્સ''
રાજસ્થાનના રણની બળબળતી રેતી હોય કે સિયાચીનની બરફીલી પહાડીઓમાં જીવને જોખમમાં દેશની સીમાઓની સુરક્ષા કરતા આપણા સૈનિકો વિવિધ પ્રકારની કામગીરી દ્વારા દેશના આંતરિક વિસ્તારોમાં પણ ફરજ બજાવતા હોય છે. આ સૈનિકોની કામગીરી અને જીવન પર પ્રકાશ પાડતી એકશન પેક્ડ ફિલ્મ ઇન્ડિયન આર્મી: 24 અવર્સનું પ્રીમિયર તાજેતરમાં હિસ્ટરી ટીવી 18 પર થયું છે. સાહસભરી કામગીરી કરનારા આ સૈનિકોનો રોજિંદો ક્રમ શું છે, દૂરસુદૂર વિસ્તારોમાં રહેલાં વિવિધ થાણાંઓ પર તેમને ભોજનસામગ્રી કે અન્ય જરૂરી વસ્તુઓ કઇ રીતે પહોંચાડાય છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. સૈનિકોની સાથે રહેલા ડૉકટર્સ અને તબીબી સ્ટાફનો પણ સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. ફિલ્મના ચોવીસ કલાકની શરૂઆત મધરાતે સીમા પર ફરજ બજાવે છે ને કમાન્ડો દુશ્મનની સીમા નજીક જઇને છાપો મારે છે. 
ફિલ્મમાં સશત્ર દળો, એન્જિનિયર્સ, સિગ્નલ દળો, સ્પેશિયલ દળો અને ઉડ્ડન દળોની કામગીરી દેખાડવા માટે હિસ્ટરી ટીવી 18ના કેમેરા ક્રૂએ શક્ય એટલી નજીક જઇને ફિલ્માંકન કર્યું છે. જયારે રાતના અંધકારમાં દુશ્મનની સીમા નજીક જઇને તેમના બદઇરાદા જાણી લાવનારા સાહસિકોને પણ ફિલ્મમાં બિરદાવવામાં આવ્યા છેPublished on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer