રોહિત શર્માએ એનસીએમાં આજથી ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી

રોહિત શર્માએ એનસીએમાં આજથી ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી
બેંગ્લુરૂ, તા.19: ઓસ્ટ્રેલિયાના પ્રવાસની ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયેલ રોહિત શર્માએ આજે ગુરૂવારથી અહીં નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. રોહિત ઓસ્ટ્રેલિયા સામેની લીમીટેડ ઓવર્સની સિરિઝનો હિસ્સો નથી. આઇપીએલમાં વાપસી કર્યાં બાદ પસંદગીકારોએ રોહિતનો ટેસ્ટ ટીમમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે સમાવેશ કર્યોં છે.
જો કે રોહિત શર્મા દાવો કરી રહ્યો છે કે તે સંપૂર્ણ ઠીક છે. જયારે બીસીસીઆઇને લાગી રહ્યંy છે કે આઇપીએલ દરમિયાન થયેલ સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજામાંથી બહાર નીકળવા માટે તેને રેસ્ટની અને રીહેબની જરૂર છે. નબળી ફિટનેસ છતાં રોહિતે આઇપીએલના ફાઇનલમાં 68 રન કરીને મુંબઇ ઇન્ડિયન્સને પાંચમીવાર વિજેતા બનાવ્યું હતું.
ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા ઘણો મહત્વનો ખેલાડી બની રહેશે. કારણ કે એડિલેડ ટેસ્ટ બાદ સુકાની વિરાટ કોહલી સ્વદેશ પરત ફરી રહ્યો છે. તે જાન્યુઆરીમાં પ્રથમ સંતાનનો પિતા બનાવાનો છે. 
આજથી રોહિત શર્માએ એનસીએમાં ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી છે. જયારે ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ મુખ્ય પસંદગીકાર સુનિલ જોશી અને એનસીએ પ્રમુખ રાહુલ દ્રવિડની હાજરીમાં બોલિંગ પ્રેકટીસ કરી હતી. તે પાછલા એકાદ મહિનાથી અહીં છે. ઇશાંત અને રોહિત એકસાથે જ ઓસ્ટ્રેલિયા રવાના થશે. ટીમ સાથે જોડાતા પહેલા બન્નેએ 14 દિવસ કવોરન્ટાઇન થવું પડશે.

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer