એટીપી ફાઇનલ્સમાં જોકોવિચને હરાવીને મેદવેદેવ સેમીમાં

એટીપી ફાઇનલ્સમાં જોકોવિચને હરાવીને મેદવેદેવ સેમીમાં
લંડન તા.19: રશિયાના ખેલાડી ડેનિયલ મેદવેદેવ એટીપી ફાઇનલ્સના પાંચ વખતના ચેમ્પિયન નોવાક જોકોવિચને એકતરફી હાર આપીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. મેદવેદેવે જોકોવિચને 6-3 અને 6-3થી આસાનીથી હાર આપી હતી. આ હાર છતાં જોકોવિચ પાસે હજુ પણ સેમિ ફાઇનલમાં પહોંચવાની તક છે. આ માટે તેણે શુક્રવારે રમાનાર મેચમાં જર્મન ખેલાડી એલેકઝાંડર ઝેવરેવને હાર આપવી પડશે. ઝેવરેવે આર્જેન્ટિનાના ખેલાડી ડિએગો શ્વાર્ટજમેનને હાર આપીને તેની આશા જીવંત રાખી છે. આ પહેલા અન્ય એક મુકાબલામાં રાફેલ નડાલ સામે ઓસ્ટ્રિયાના ખેલાડી ડોમનિક થિમનો 7-6 અને 7-6થી વિજય થયો હતો.

Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer