મુંબઈ કૉંગ્રેસના પ્રમુખ માટે નવા નેતાની શોધ

મુંબઈ, તા. 19 : આખરે કોંગ્રેસે મુંબઈ પ્રદેશાધ્યક્ષની નિયુક્તિ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. ભવ્ય ભૂતકાળ ધરાવતો પક્ષ મુંબઈમાં હાલ માત્ર વિધાનસભાની ચાર બેઠક ધરાવે છે. જ્યારે એને એક પણ સંસદની એક પણ બેઠક મળી નથી. 
ગયા વરસે માલિંદ દેવરાએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ પક્ષના પીઢ નેતા એકનાથ ખડસેને મુંબઈ પ્રદેશાધ્યક્ષનો વધારાનો હવાલો સોંપવામાં વ્યો હતો. હવે એમના સ્થાને નવા પ્રમુખની નિયુક્તિ માટે એઆઈસીસીએ મંગળવારથી પ્રક્રિયા શરૂ કરી છે. 
એઆઇસીસીના સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી એચ.કે. પાટિલે ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત શરૂ કરી હોવાનું મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું. એક સેશન વિધાનસભ્.યો અને કેબિનેટ મેમ્બર્સ સાથે થશે, જ્યારે બીજી બેઠક ભૂતપૂર્વ વિધાનસભ્યો અને સંસદસભ્યો સાથે કરાશે. પાટિલ છ-સાત ઇચ્છુકોને મળ્યા હતા અને આગામી પખવાડિયામાં મુંબઈને નવા અધ્યક્ષ મળે એવી અપેક્ષા છે.મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મુંબઈ પ્રદેશાધ્યક્ષની નિયુક્તિની પ્રક્રિયા વહેલી તકે પૂરી કરાશે. 
ફેબ્રુઆરી 2022માં યોજાનારી મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપ, શિવસેના અને એનસીપીએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ હજુ માળખાકીય સુધારાવધારા કરવામાંવ્યસ્ત છે. દરમ્યાન, થોરાતે જણાવ્યું હતું કે કોંગ્રેસ સ્વબળે ચૂંટણી લડવી કે શિવસેના-એનસીપી સાથે સહયોગ કરવો એ અંગે નિર્ણય લેવાનો છે. 
કોંગ્રેસની કેન્દ્રિય નેતાગીરી મુંબઈના અધ્યક્ષ પદ માટે એવા નેતાની પસંદગી કરાશે જે પક્ષને વફાદાર હોય અને એની ઇમેજ સ્વચ્છ હોવાની સાથે કાર્યકરો સાથે સીધા સંપર્કમાં હોય. 
મુંબઈ પ્રદેશાધ્યક્ષની રેસમાં ભૂતપૂર્વ પ્રધાનો સુરેશ શેટ્ટી, નસીમ ખાન, ચરણ સિંહ સપ્રા, મધુ ચવાણ, ભાઈ જગતાપ અને અમરજીત સિંઘ મન્હાસ મેદાનમાં છે. 
અમને જાણ છે કે શિવસેના પાસેથી પાલિકા આંચકી લેવી શક્ય નથી, પરંતુ કોંગ્રેસ બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવે એવી અપેક્ષા રાખી શકાય એમ એક કોંગ્રેસી નેતાએ જણાવ્યું. 
હાલ મુંબઈ મહાપાલિકામાં શિવસેના અને ભાજપના અનુક્રમે 84 અને 82 નગરસેવકો છે. કોંગ્રેસના નગરસેવકોની સંખ્યા 31ની છે મધ્યમવર્ગમાં પક્ષનો પ્રભાવ ઘટી રહ્યો છે તો ઝૂંપડપટ્ટી વિસ્તારની સાથે લઘુમતિઓની પ્રભુત્વવાળા વિસ્તારમાં પણ કોંગ્રેસની વગ ઘટી રહી છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer