મુંબઈમાં કોરોનાના કુલ કેસ પોણાત્રણ લાખ : રીકવરી અઢી લાખની નજીક

મુંબઈ, તા. 19 : મુંબઈમાં આજે 1000ની સમીપ નવા કેસ મળ્યા હતા. આજે  924 નવા કેસ મળ્યા હતા. વૃદ્ધિદર ઘટીને એકથી નીચે જતો  રહ્યો છે અને ડબાલિંગ રેટ 310 દિવસનો છે.  કુલ દર્દીનો આંકડો 2,72,499 થયો છે. આજે 1192 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 2,49,903 દર્દી સાજા થયા છે.   આજે એક્ટિવ પેશન્ટ  8474 હતા.  આજે મુંબઈમાં 12 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 10 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 10 પુરુષ અને 2 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 11 દર્દી 60 વર્ષની,ઉપરના, 1 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી.એકેય મૃતક દર્દી 40 વર્ષથી  નાની વયનો  નહોતો.  મરણાંક 10624નો થયો છે. કોરોનાના ભોગ બનેલાઓમાં મુંબઈનો રેકોર્ડ અતિશય ખરાબ છે. મુંબઈનો મૃત્યુદર 3.96 ટકા જેટલો ઊંચો છે. જોકે આજે 20થી ઓછા મરણ થયા એ સારો સંકેત છે. 
મુંબઈમાં રીકવરી રેટ 92 ટકા અને ડબાલિંગ રેટ 310 દિવસનો છે. 12 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર 0.22 ટકાનો છે. શહેરમાં 439 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 4491 મકાનો સીલ કરાયા છે.  
રાજ્યમાં કોરોનાની સ્થિતી  સુધરતી જાય છે.  આજે 5535 નવા દર્દી મળ્યા હતા. સક્રીય દર્દીની સંખ્યા પણ ઘટી રહી છે.  આજે 5860 દર્દી સાજા થયા હતા.  કુલ 16,35,971  દર્દી સાજા થયા છે.  રાજ્યમાં કોરોનાના કુલ દર્દી  17,63,055 થઈ ગયા છે. રાજ્યમાં 79738 સક્રિય દર્દી છે. 
રાજ્યમાં અગાઉ દરરોજ 300-400 મરણ થતા હતા,પરંતુ હવે મરણ ઓછા થાય  છે. આજે ફક્ત 154 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.63  ટકાનો છે. રાજ્યમાં 46356 દર્દીના કુલ મૃત્યું થયા છે.
Published on: Fri, 20 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer