પાલિકાએ 999 વર્ષ જૂની લીઝ રદ કરીને સંપત્તિનો કબજો લીધો

મુંબઈ, તા. 19 : પાલિકાની લીઝ પર આપેલી સંપત્તિના ઈતિહાસમાં પહેલી વાર વહીવટી તંત્રે કાલબાદેવી પોસ્ટ ઓફિસની નજીકની બોમાનજી માસ્ટર લેન પરના પંડયા મેન્શનની 999 વર્ષ જૂની લીઝનો અંત આણ્યો હતો. પાલિકાએ લીઝધારક પ્રકાશ અને મનોજ પંડયા પાસેથી 200 કરોડની સંપત્તિનો કબજો હસ્તગત કરી લીધો હતો. આ બન્ને પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓએ કેટલાય વર્ષોથી ગેરકાયદે બાંધકામ કર્યું હતું અને  પરવાનગી વિના કૂવા ખોદ્યા હતા. ગયા વર્ષે પોલીસે બન્ને પર ભૂગર્ભ જળ કાઢીને ગેરકાયદે વેચાણ કરવાનો આરોપ મૂક્યો હતો. પાલિકાના એસ્ટેટ ડિપાર્ટમેન્ટે ટર્મિનેશન નોટિસમાં લખ્યું હતું કે 1986થી અહીં ગેરરીતિ નોંધાઈ હતી.  આઠ જગ્યાએ ગેરકાયદે મેઝાનિન ફ્લોર બંધાયો હતો અને બે ગેરકાયદે કૂવા ખોદાયા હતા. 13 નવેમ્બરે પાલિકાએ સંપત્તિ પર કબજો મેળવ્યો હતો.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer