ઇઅરફોનના વધુ પડતા ઉપયોગને કારણે કાનમાં ઈન્ફેકશનના કેસ વધ્યાં

મુંબઈ, તા. 19 : કોવિડ-19ના કાળમાં અૉનલાઇન ક્લાસીસ કે વર્ક ફ્રોમ હૉમ કરતા હોય તેમના માટે ઇઅરફોન્સ અને ઍરપોડ્સ અનિવાર્ય બન્યા છે, પણ એના વધુ પડતા ઉપયોગને કારણે કાનના ઇન્ફેક્શનની પણ અનેક ફરિયાદો આવી રહી છે. 
ઇએનટી સ્પેશિયાલિસ્ટને ત્યાં કાનમાં બેક્ટેરિયા કે ફંગસને કારણે થતાં ચેપની ફરિયાદ સાથે અનેક દરદીઓ આવી રહ્યા છે. ચોમાસા દરમિયાન કાનમાં ફંગસ થાય એ સામાન્ય છે. પરંતુ અત્યારે વધી રહેલા કિસ્સાના મૂળમાં ઇઅરફોન્સ અને ઍરપોડ્સના સતત વપરાશ હોવાનું જણાઈ રહ્યું છે, એમ કાંદિવલી સ્થિત ઇએનટી સર્જ્યન અગરવાલે જણાવ્યું હતું. તો દાદરસ્થિત સર્જ્યન ડૉક્ટર દિવ્યાના હિસાબે માર્ચ મહિના બાદ ઓટિટિસ એક્સ્ટર્ના-ઇન્ફેક્શનના કેસમાં ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજકાલ કાનના દુખાવાને કારણે ઊંઘ આવતી ન હોવાની ફરિયાદ સાથે રોજના ચાર-પાંચ કેસ આવી રહ્યા છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer