બાયડનને પ્રમુખ બનતા અટકાવવા ટ્રમ્પે છ રાજ્યોમાં કેસ કર્યા

વાશિંગ્ટન, તા. 19 : જૉ બાયડન હવે પ્રેસિડેન્ટ ઈલેક્ટ છે. 20 જાન્યુઆરીએ ઈનોગ્રેશન ડે એટલે કે શપથ દિવસ છે, પરંતુ તેનો બીજો પક્ષ પણ છે અને તે એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. ક્યારેક વાટિંગ તો ક્યારેક કાઉન્ટિંગમાં ગરબડ થઈ હોવાના આક્ષેપ સાથે તેમણે કેસ દાખલ કર્યા  છે. જોકે, તેમની કાનૂની ટીમને અદાલત તરફથી કોઈ મદદ મળી નથી. નિષ્ણાતો પણ માને છે કે ચૂંટણીમાં કોઈ વ્યાપક ગેરરીતિ થઈ હોવાના કોઈ સજ્જડ પુરાવા નથી. આમ છતાં ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન પક્ષના સાથીદારો ચાવીરૂપ રાજ્યોમાં બાઈડનના વિજયને પડકારતાં કેસ કર્યા છે. એવો આક્ષેપ કર્યો છે કે રિપબ્લિકન પક્ષના નિરીક્ષકોને બેલટ પેપર પ્રોસેસ કરવા દેવાયા નહોતા. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ ચૂંટણીનું પરિણામ ફેરવી શકવાના નથી. હા, તેઓ તેમના ટેકાદોરમાં એવી છાપ જરૂર ઊભી કરી રહ્યા છે કે બાયડન ગેરકયાદે પ્રમુખ છે. ટ્રમ્પે એરિઝોના, જોર્જીયા. નેવાડા. પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોસિનમાં કેસ કર્યા છે.  સવાલ એવો છે કે અંતે કાયદાકીય પેંતરાઓની મદદથી ટ્રમ્પ ક્યાં સુધી પોતાની ખુરશી બચાવી શકશે અને ક્યાં સુધી વ્હાઈટ હાઉસ ખાલી નહીં કરે.   
કોર્ટ તાત્કાલિક ઉકેલશે તમામ કેસ 
પૂર્વ ઈલેક્શન કમિશનર એડવે નોટિ કહે છે- મને નથી લાગતું કે 8 ડિસેમ્બર સુધીમાં મામલાનો નિવેડો લાવવામાં કોઈ મુશ્કેલી આવશે. ભલે ને પછી કેટલાંક રાજ્યોમાં રી-કાઉન્ટ કેમ ન ચાલી રહ્યું હોય. કોર્ટ પણ આ પ્રકારના મામલાઓની સુનાવણી ઝડપથી કરે છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer