રાહુલ-મનમોહન વિશે ટિપ્પણી : ઓબામા સામે કોર્ટમાં ફરિયાદ

નવી દિલ્હી, તા. 19 : ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની અદાલતમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. ઓલ ઇન્ડિયા રૂરલ બાર એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્ઞાન શુક્લએ લાલગંજની દીવાની અદાલતમાં ઓબામાનાં પુસ્તકમાં રાહુલ ગાંધી અને મનમોહન સિંઘ વિશે કરવામાં આવેલી અનિચ્છનીય ટિપ્પણી સામે ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ પુસ્તકમાં ભારતીય ચૂંટણી પ્રણાલીની અવહેલના કરવામાં આવી છે અને ચૂંટણી પંચ જેવી નિયામક સંસ્થા સાથે બંધારણીય વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠાવવામાં આવેલો છે. રાહુલ અને મનમોહન વિશે અપમાનજનક ટિપ્પણીઓને ભારતની સંપ્રભુતા ઉપર હુમલો ગણાવવામાં આવ્યો છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer