કલ્યાણ અને કુર્લા ટર્મિનસ સ્ટેશને બેગેજ સ્કૅનિંગ અને રેપિંગની સુવિધા

મુંબઈ, તા. 19 : મધ્ય રેલવેએ કોવિડ-19 સંક્રમણને અનુલક્ષીને પ્રવાસીઓ અને રેલવે કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી વિવિધ ઉપાય યોજનાઓ અમલમાં મૂકી છે. તે અંતર્ગત પુણે ડિવિઝનમાં `કેપ્ટન અર્જુન', નાગપુર ડિવિઝનમાં ઓટોમેટિક ટિકિટ ચેક અને એક્સેસ મેનેજમેન્ટ (એટીએમએ), મુંબઈ ડિવિઝનમાં સંપર્ક રહિત બૉડી ક્રિનિંગ (ફેબ્રીઆઈ) અને તબીબી સહાયક `જીવક' અને `રક્ષક' તથા સોલાપુર ડિવિઝનમાં ચિકિત્સા સહાયક (રો)ની સુવિધા પ્રદાન કરવામાં આવી છે.
આ અનુસંધાનમાં મધ્ય રેલવેએ મુંબઈ ડિવિઝનમાં તાજેતરમાં કલ્યાણ અને કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનસ પર યાત્રા દરમિયાન કોરોના વાઈરસ સહિત કોઈપણ પ્રકારના જીવાણુઓથી પ્રવાસીઓને સુરક્ષિત રાખવાના હેતુથી પ્રવાસીઓના સામાન માટે સેનિટાઈઝિંગ અને રેપિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અલ્ટ્રાવાયોલેટ રે સેનિટાઈઝિંગની સુવિધા માફક દરે ઉપલબ્ધ કરવામાં આવી છે અને સામાનના કદ પર આધારિત છે.
સૌથી પહેલાં આ સુવિધા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર ઉપલબ્ધ કરવામાં આવી હતી. કલ્યાણ અને લોકમાન્ય તિલક ટર્મિનસ બાદ હવે દાદર, થાણે અને પનવેલ સ્ટેશન પર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer