અૉક્સફર્ડની કોરોના રસી 99 ટકા લોકોમાં અક્સીર

અૉક્સફર્ડની કોરોના રસી 99 ટકા લોકોમાં અક્સીર
તમામ વયના લોકોની રોગપ્રતિકારકતા વધી
નવી દિલ્હી, તા. 19 : ઓકસફર્ડ યુનિવર્સિટીની કોરોના રસીનાં શાનદાર પરિણામો સામે આવી રહ્યાં છે. આ રસીએ 99 ટકા લોકોમાં રોગપ્રતિકારક શક્તિને ઘણી મજબૂત કરી દીધી છે.
ખાસ કરીને વડીલ વયના લોકો માટે રસી ભારે અકસીર પુરવાર થઇ છે. આ યોજના સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ ગુરુવારે પરીક્ષણનાં પરિણામ જાહેર કર્યાં હતાં.
પરીક્ષણના બીજા દોરમાં 560 લોકોને સામેલ કરાયા હતા, જેમાં રસી તમામ ઉમરના લોકો પર સારી અસર કરી શકી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાની બાયોટેક કંપની મોર્ડેના અને ફાઇઝર એન્ડ બાયોટેક દ્વારા પણ તેમની રસી 95 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો હતો.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer