માત્ર બે મહિનામાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે રૂા. 47,265 કરોડનું મૂડીરોકાણ મેળવ્યું

માત્ર બે મહિનામાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે રૂા. 47,265 કરોડનું મૂડીરોકાણ મેળવ્યું
10.09 ટકા હિસ્સાના બદલામાં વિક્રમજનક રોકાણ થયું 
મુંબઈ, તા. 19 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે મૂડીરોકાણ ઊભું કરવાના અને ભાગીદારોને સમાવવાના વર્તમાન તબક્કાને પૂર્ણ કર્યો છે. 
વેન્ચર્સ લિમિટેડે વિશ્વના અગ્રણી મૂડીરોકાણકારો પાસેથી કુલ રૂા. 47,265 કરોડનું રોકાણ મેળવ્યું છે અને નાણાકીય ભાગીદારોને 69,27,81,234 ઇક્વિટી શૅર ફાળવ્યા છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર કુમારી ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, મજબૂત અને પ્રતિષ્ઠિત ભાગીદારોને આવકારતાં અમે ગર્વ અનુભવીએ છીએ. અમારા બિઝનેસમાં અભૂતપૂર્વ રસ દાખવનારા રોકાણકારો પ્રત્યે અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ અને તેમના અનુભવ અને વૈશ્વિક પહોંચનો ફાયદો મેળવવા માટે અમે પ્રયાસ કરીશું. ન્યૂ કૉમર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે લાખો વેપારીઓ અને સુક્ષ્મ, નાના તથા મધ્યમ કદના વેપારને સશક્ત બનાવીને ભારતીય રિટેલ સેક્ટરમાં પરિવર્તન લાવનારી ભૂમિકા નિભાવવા માટે પ્રતિબદ્ધ છીએ.  મોર્ગન સ્ટેન્લી રિલાયન્સના નાણાકીય સલાહકાર હતા અને સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક ઍન્ડ વોર્ડવેલ કાયદાકીય સલાહકાર હતા. BOFA સિક્યુરિટીઝ વધારાના નાણાકીય સલાહકાર હતા અને પ્રક્રિયાઓ ઉપરાંત ટ્રાન્જેક્શન સ્ટ્રક્ચારિંગ માટે સલાહ આપી હતી. 
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer