દેશની રાજધાનીમાં કોરોનાની ત્રીજી લહેર : માસ્ક નહીં તો રૂા. બે હજારનો દંડ

દેશની રાજધાનીમાં કોરોનાની ત્રીજી લહેર : માસ્ક નહીં તો રૂા. બે હજારનો દંડ
હાઇકોર્ટના સખત વલણ બાદ કેજરીવાલે સર્વપક્ષીય બેઠક યોજી
નવી દિલ્હી, તા. 19 : પ્રદૂષણ અને કોરોના સંકટથી કણસતા દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરે તેમને બે હજાર રૂપિયાનો દંડ કરાશે.
હાઇકોર્ટના સખત વલણ બાદ એકશન મોડમાં આવેલી અરવિંદ કેજરીવાલ સરકારે દંડમાં સીધો ચારગણા વધારાનો ફેંસલો કર્યો છે.મુખ્યમંત્રીએ દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બાદ આ એલાન કર્યું હતું. લેફટનન્ટ ગવર્નરને મળીને સ્થિતિ અંગે ચર્ચા કર્યા પછી જ આ ફેંસલો લેવાયો છે તેવું કેજરીવાલે કહ્યું હતું.
આમ આદમી પાર્ટીના સંયોજકે એવી પણ સલાહ આપી હતી કે આ સમય રાજનીતિ કરવાનો નથી સેવા કરવાનો છે. બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ સૌ સાથે મળીને કોરોના સામે લડાઇ લડીશું તેવી સહમતી બતાવી હતી.
કેજરીવાલે કોરોના સંકટને ગંભીરતાથી ધ્યાને લઇને છઠ્ઠપૂજાના તહેવારે કોઇ જાહેર સ્થળો પર ઊમટી ન પડતાં ઘેર બેઠાં જ ઊજવવાની અપીલ કરી હતી.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer