હાફિઝ સઇદને પાકિસ્તાનની કોર્ટે બે અન્ય કેસમાં દસ વર્ષની જેલની સજા ફટકારી

હાફિઝ સઇદને પાકિસ્તાનની કોર્ટે બે અન્ય કેસમાં દસ વર્ષની જેલની સજા ફટકારી
મુંબઈમાં 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી 
લાહોર, તા. 19 : મુંબઈમાં 26/11ના ખતરનાક આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પાકિસ્તાની આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવા  (જેયુડી)ના મુખીયા હાફિઝ સઇદને અન્ય બે આતંકવાદી ઘટનાઓના કેસમાં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે આજે દસ વર્ષની જેલની સજા ફટકારી છે. સઇદને સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરેલો છે અને અમેરિકાએ આ કુખ્યાત આતંકવાદી માટે 10 મિલિયન ડૉલરનું ઇનામ જાહેર કરેલું છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં નાણાં પૂરા પાડવાના કેસમાં ગયા વર્ષે 17 જુલાઇના પાકિસ્તાને સઇદની ધરપકડ કરી હતી અને બે આતંકવાદી ઘટનાઓમાં નાણાં પૂરા પાડવાના કેસમાં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં સઇદને 11 વર્ષની આકરી જેલની સજા ફટકારી હતી. હાલમાં સઇદને પાકિસ્તાનના લાહોરની હાઇ સિક્યોરિટી કોટ લખપત જેલમાં પૂરેલો છે. લાહોર કોર્ટના અધિકારીએ કહ્યું હતું કે અન્ય બે આતંકવાદી ઘટનાઓના કેસમાં આજે સઇદ અને તેના સંગઠનના અન્ય ત્રણ આતંકવાદી ઝફર ઇકબાલ, યાહ્યા મુજાહિદ અને સઇદના બનેવી અબ્દુલ રેહમાન મક્કીને દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
Published on: Fri, 20 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer