મુંબઈમાં દિવાળી પછી કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો

મુંબઈમાં દિવાળી પછી કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો
મુંબઈ, તા. 20 : મુંબઈમાં દિવાળીના તહેવાર પછી નવા કેસમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે. આજે નવા કેસની સંખ્યા 1000 (1031)ને પાર કરી ગઈ હતી. ગય સોમવારે નવા કેસ 409 હતા  જે છ મહિનાનો સૌથી નીચો આંકડો છે. જોકે મંગળવારે 541, બુધવારે 871 અને ગુરવારે 924 નવા કેસ મળ્યા હતા. જોકે પાલિકા કહે છે કે કેસની વધતી  સંખ્યા અમે વધારેલા ટેસ્ટને લીધે છે. અમે હવે દરરોજ  15000 ટેસ્ટ કરીએ છીએ. દિવાળીની 14 દિવસની સાઈકલ 28 નવેમ્બરે પતશે અને ત્યાં સુધી કેસમાં ઉછાળો આવી શકે.   આજે એક્ટિવ પેશન્ટ  9046 હતા.  આજે મુંબઈમાં 13 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 10 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 9 પુરુષ અને 4 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 9 દર્દી 60 વર્ષની,ઉપરના, 3 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી.એક મૃતક દર્દી 40 વર્ષથી નાની વયનો હતો.  મરણાંક 10637નો થયો છે. કોરોનાના ભોગ બનેલાઓમાં મુંબઈનો રેકોર્ડ અતિશય ખરાબ છે. મુંબઈનો મૃત્યુદર 3.96 ટકા જેટલો ઊંચો છે. જોકે આજે 20થી ઓછા મરણ થયા એ સારો સંકેત છે. 
મુંબઈમાં રીકવરી રેટ 92 ટકા અને ડબાલિંગ રેટ 296 દિવસનો છે. 13 નવેમ્બરથી 19 નવેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર 0.23 ટકાનો છે. શહેરમાં 382 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 3967 મકાનો સીલ કરાયા છે.  
રાજ્યમાં કોરોનાની સ્થિતી  બગડતી  જાય છે.  પખવાડિયા પછી રાજ્યમાં 5500થી વધારે કેસ મળી રહ્યા છે. ગઈ કાલે  5535 અને આજે 5640 નવા દર્દી મળ્યા હતા.  આજે 6945 દર્દી સાજા થયા હતા. કુલ 16,42,916  દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કુલર્દી 17,68,695 થઈ ગયા છે. રાજ્યમાં 78272 સક્રિય દર્દી છે. 
રાજ્યમાં અગાઉ દરરોજ 300-400 મરણ થતા હતા,પરંતુ હવે મરણ ઓછા થાય છે. આજે ફક્ત 155 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.63 ટકાનો છે. રાજ્યમાં 46511દર્દીના કુલ મૃત્યું થયા છે.
Published on: Sat, 21 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer