પ્રેસિડન્ટ કપથી શ્રીસંત પુનરાગમન કરશે

પ્રેસિડન્ટ કપથી શ્રીસંત પુનરાગમન કરશે
નવી દિલ્હી, તા.22: આજીવન પ્રતિબંધની સજામાંથી કોર્ટમાંથી રાહત મેળવીને હવે ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંત મેદાનમાં વાપસી માટે તૈયાર છે. તે પ્રેસિડન્ટ કપથી ક્રિકેટના મેદાનમાં પુનરાગમન કરશે. આ ટૂર્નામેન્ટનું આયોજન કેરળ ક્રિકેટ એસોસિએશન કરે છે. વર્ષ 2013માં આઇપીએલ દરમિયાન સ્પોટ ફિક્સીંગ બાદ આ પહેલો મોકો હશે કે શ્રીસંત પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં ભાગ લેશે. પ્રેસિડેન્ટ કપ ટી-20 ટૂર્નામેન્ટનો ફાઇનલ કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. કારણ કે કેરળ ક્રિકેટ એસો.ને સરકારની મંજૂરીની રાહ છે. આ લીગની સ્પોન્સર ડ્રીમ ઇલેવન ફેન્ટસી ક્રિકેટ કંપની છે. કેરળ એસો.ના અધ્યક્ષ સજન કે. વર્ગીસે કહ્યં કે શ્રીસંત આ લીગનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દરેક ખેલાડી એક જ હોટેલમાં બાયો બબલમાં રહેશે. અમે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ ટી-20 લીગનું આયોજન કરવા વિચારી રહ્યા છીએ.  કેરળ સરકારની મંજૂરી મહત્ત્વની છે.  શ્રીસંથ પર બીસીસીઆઇએ આજીવન પ્રતિબંધ મુક્યો હતો. જે સુપ્રિમ કોર્ટે 2019માં ઘટાડીને સાત વર્ષનો કર્યો હતો. શ્રીસંથ ભારત તરફથી 27 ટેસ્ટ, 53 વન ડે અને 10 ટી-20 મેચ રમી ચૂકયો છે. જેમાં તેના નામે ક્રમશ: 87, 53 અને 7 વિકેટ છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer