પિતાના નિધન છતાં સિરાઝ પરત નહીં ફરે ; બીસીસીસીઆઇએ નિર્ણયને બીરદાવ્યો

પિતાના નિધન છતાં સિરાઝ પરત નહીં ફરે ; બીસીસીસીઆઇએ નિર્ણયને બીરદાવ્યો
કોલકતા, તા. 22 : બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યં છે કે ઝડપી બોલર મોહમ્મદ સિરાઝના પિતાના નિધન બાદ તેને શોકગ્રસ્ત પરિવાર સાથે રહેવા માટે ભારત પાછા ફરવાનો વિકલ્પ અપાયો હતો, પણ તેણે `રાષ્ટ્રીય કર્તવ્ય'ને કારણે ઓસ્ટ્રેલિયામાં રહેવાનો નિર્ણય લીધો છે. સિરાઝના પિતા મોહમ્મદ ગૌસ પ3 વર્ષના હતા. તેમનું ફેફસાની બિમારીથી નિધન થયું છે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે દુ:ખની આ ઘડીમાં અમે સિરાઝના નિર્ણયનું સમર્થન કરીએ છીએ. બોર્ડ અને ટીમ તેની સાથે છે. આવા કપરા સમયમાં અમે તેને સફળતા માટે શુભકામના આપીએ છીએ.
મોહમ્મદ સિરાઝ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો છે. સિરાઝના નિર્ણયને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ સલામ કરી છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer