ટીમની જરૂર મુજબ રોહિત કોઇ પણ ક્રમે બૅટિંગ માટે તૈયાર

ટીમની જરૂર મુજબ રોહિત કોઇ પણ ક્રમે બૅટિંગ માટે તૈયાર
નવી દિલ્હી, તા. 22 : રોહિત શર્મા લિમિટેડ ઓવર્સના ક્રિકેટ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે હવે સેટ થઇ ચૂક્યો છે. આમ છતાં આગામી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તે ટીમ મેનેજમેન્ટની માંગ અનુસાર કોઇ પણ ક્રમે બેટિંગ કરવા તૈયાર છે. કેપ્ટન વિરાટ કોહલી પ્રારંભિક ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરવાનો છે. આથી ભારતીય ટીમને ટેસ્ટના ઉપસુકાની અંજિકયા રહાણે અને સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પુજારા સાથે રોહિત શર્મા મોટી ભૂમિકા નિભાવે તેવી આશા છે.
રોહિત શર્માએ જણાવ્યું હતું કે હું પહેલેથી કોઇ પણ ક્રમે બેટિંગ કરવા તૈયાર છું. ટીમ મેનેજમેન્ટ મારો ક્રમ નક્કી કરી શકે છે. મને ખબર નથી કે મારી ઓપનિંગની ભૂમિકામાં ફેરફાર થશે કે નહીં ? રોહિતનું માનવું છે કે હું જ્યાં સુધી એનસીએમાં ફિટેનસ ટ્રેનિંગ બાદ ઓસ્ટ્રેલિયા પહોંચીશ ત્યાં સુધીમાં ટીમ મારી ભૂમિકા નક્કી કરી લેશે.
રોહિત શર્માને આઇપીએલ દરમિયાન હેમસ્ટ્રિંગ ઇન્જરી થઇ હતી. રોહિત વધુમાં જણાવે છે કે ટીમ મેનેજમેન્ટે એ નક્કી કરી લીધું હશે કે વિરાટના પરત ફર્યા બાદ કયા ખેલાડીની કેવી ભૂમિકા રહેશે. એકવાર હું ત્યાં પહોંચી જાવ પછી બધું સ્પષ્ટ થઈ જશે. હૂક અને પૂલ શોર્ટ ફટકારવાના માહિર રોહિતનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાની ઉછાળવાળી પીચો ક્યારેક એટલી પણ ખતરનાક હોતી નથી. પર્થને છોડીને અન્ય મેદાનો (સિડની, એડિલેડ અને મેલબોર્ન) પર મને નથી લાગતું બાઉન્સી વિકેટો હશે. ઓપનર તરીકે મારે કટ અને પૂલ શોટ નહીં રમવા પર વિચારવું પડશે. સંભવ છે કે મારે `વી' અને સ્ટ્રેટ શોટ રમવા પર ધ્યાન આપવું પડશે, તેમ અંતમાં રોહિત શર્માએ કહ્યં હતું.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer