એટીપી ફાઇનલ્સ ટ્રૉફીના ખિતાબી જંગમાં થિમ-મેદવેદેવ વચ્ચે ટક્કર

એટીપી ફાઇનલ્સ ટ્રૉફીના ખિતાબી જંગમાં થિમ-મેદવેદેવ વચ્ચે ટક્કર
લંડન, તા. 22 : એટીપી ફાઇનલ્સ ટ્રોફી માટે દુનિયાના નંબર વન નોવાક જોકોવિચ અને નંબર ટૂ રાફેલ નડાલ વચ્ચે મુકાબલો થશે નહીં, પણ ખિતાબી જંગમાં ડોમિનિક થિમ (નંબર થ્રી) અને દાનિલ મેદવેદેવ (નંબર ફોર) આમને-સામને હશે. રશિયાના મેદવેદેવે સેમી ફાઇનલમાં રાફેલ નડાલ સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ સફળ વાપસી કરીને 3-6, 7-6 અને 6-3થી રોમાંચક જીત મેળવી ફાઇનલનું સ્થાન પાકું કર્યું હતું. જ્યારે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિમે બીજા સેમિ. ફાઇનલમાં નંબર વન જોકોવિચ સામે ત્રણ સેટની રસાકસી બાદ 7-5, 6-7 અને 7-6થી વિજય હાંસલ કર્યોં હતો. આથી જોકોવિચનું રેકોર્ડ છઠ્ઠીવાર એટીપી ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થયું હતું.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer