ભાજપ કરવા ખાતર જ મહાવિકાસ આઘાડીના દરેક નિર્ણયનો વિરોધ કરે છે : સંજય રાઉત

મુંબઈ, તા 22 : શિવસેનાના સાંદ સંજય નિરૂપમે રવિવારે દાવો કર્યો હતો કે ભાજપના મહારાષ્ટ્રના નેતાઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળની સરકારે લીધેલા તમામ પગલાંનો વિરોધ માત્ર કરવા ખાતર કરે છે.  રાઉતે તેમની અઠવાડિક કોલમ રોકઠોકમાં રાજ્યના ધાર્ક સ્થળોને ખોલવા અંગેના વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જેઓ કોવિડ-19 સામેની લડતને હિન્દુત્વ સાથે સાંકળે છે તેઓ લોકોના દુશ્મન છે. 
તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં અનલૉકની પ્રક્રિયા ઘણી વહેલી શરૂ થઈ એને કારણે અત્યારે કોવિડ-19ના કેસમમો ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલની કટોકટી માટે દિલ્હી સરકારના અતિવિશ્વાસને જવાબદાર ગણાવતા શિવસેનાના પ્રવક્તાને ડર છે કે રાજધાનીમાં ફરી લૉકડાઉન અમલમાં મુકવો પડશે. બજાર, જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળો ફરી બંધ કરાશે. કેમ આમ થયું... મહારાષ્ટ્રના ભાજપના નેતાઓએ વિચારવું જોઇએ. તેઓ મહાવિકાસ આઘાડીના દરેક નિર્ણયનો કરવા ખાતર વિરોધ કરે છે. 
રાજ્યસભાના સભ્યએ વધુમાં જણાવ્યુ કે ભાજપના નેતાઓ મહારાષ્ટ્રમાં છઠ પૂજા માટે પરવાનગી આપવા દેખાવો કરી રહ્યા છે. તમે બિહારમાં જીત્યા છો, પણ મુંબના બિહારીઓને વિવાદમાં ઘસડવાની જરૂર નથી. મહામારી દરમ્યાન લાખો લોકો દરિયા કિનારે જમા થાય એ ગેરકાયદે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણાની ભાજપ સરકારે જાહેરમાં છઠ પૂજા કરવાની પરવાનગી આપવાનું નકારી દીધું છે, ત્યારે ભાજપ મહારાષ્ટ્રમાં પરવાનગી માંગી રહ્યો છે. 
ભાજપ રાજ્ય સરકારની દરેક બાબતે ટીકા કરી રહ્યો છે. એ સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ એવું ઇચ્છે છે કે રાજ્યમાં ફરી લૉકડાઉન અમલમાં આવે. 
રાઉતે વધુમાં જણાવ્યુ કે, હિન્દુ વિચારધારામાં માનનારા વીર સાવરકરને ભારતરત્ન આપતા નથી અને તેઓ દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનું નામ બદલવા માંગે છે. 
આ હાસ્યાસ્પદ બાબત છે કે તમારી પોતાની ઓળખ બનાવવાને બદલેસંસ્થાનું નામ બદલવા માંગો છો. દેશ છેલ્લા છવરસમાં બન્યો નથી, એમ રાઉતે અંતમાં જણાવ્યુ હતું.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer