ટ્રમ્પને કોરોનાની સારવારમાં અપાયેલી થેરેપીને અમેરિકામાં મંજૂરી

વોશિંગ્ટન, તા. 22 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોવિડ-19ના ઈલાજ માટે આપવામાં આવેલી સિંથેટિક એન્ટીબોડી થેરાપીનો ઉપયોગ હવે સાર્વજનિક ધોરણે કરવાનો આપાતકાલીન નિર્ણય અમેરિકી પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. 
અમેરિકાની સરકારના આ નિર્ણય બાદ દર્દીને હોસ્પિટલમાં ભર્તી કર્યા વગર જ સંક્રમણની સારવાર આપી શકાશે. અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર સ્ટિફન હાનના કહેવા અનુસાર આ મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપીને અધિકૃત કરવા માટે મરીઝને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાનું ભારણ ઓછું થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે આ થેરાપીનાં કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પને ગત માસે ખૂબ જ ઓછા સમયમાં કોરોના સંક્રમણમાંથી મુક્તિ મળી હતી.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer