શિક્ષકોની માગણી : 50 ટકા હાજરીનો નિયમ પાછો ખેંચો

મુંબઈ, તા. 22 : મુંબઈ, થાણે અને નવી મુંબઈ જેવી સ્થાનિક  સ્વરાજ સંસ્થાઓએ શાળા ખોલવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવી છે ત્યારે શિક્ષકોના સંગઠને એવી માગણ કરી છે કે અમારા અને શિક્ષકેતર કર્મચારીઓ માટેનો 50 ટકા હાજરીનો નિયમ પાછો ખેંચો. રાજ્યની અનોલક ગાઈડલાઈન પ્રમાણે હાલમાં 50 ટકા શિક્ષક અને શિક્ષકેતર કર્મચારીઓએ સ્કૂલમાં આવવું પડે છે. આ કર્મચારીને ઓનલાઈન ટાચિંગ અને ટેલી કાઉન્સાલિંગનું કામ કરવાનું કહેવામા ંઆવ્યું છે. શિક્ષણ વિભાગે આ માટે સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજર બહાર પાડી છે. જોકે ડિસેમ્બરના અંત સુધી ઓનલાઈન ટાચિંગ ચાલુ રહેવાનું હોવાથી શિક્ષકોએ માગણી કરી છે કે અમને ઘરેથી કામ કરવાન છૂટ આપો. શિક્ષક સંગઠને કહ્યું કે સરકારે શાળાઓ  ન ખોલીને આવકાર્ય પગલું લીધું છે, પરંતુ શિક્ષકોની સલામતી શા માટે જોખમમાં મુકો છો. મુંબઈ પ્રિન્સિપલાલ એસોસિયેશને  ક્રુલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડને પત્ર લખીને સ્ટુડન્ટસ ન આવતા હોવાથી શિક્ષકોની સલામતી જોખમમાં શ માટે મુકો છો. શિક્ષકોના પ્રતિનિધિ કપિલ પાટીલે પણ કહ્યું છે કે શિક્ષકોની જરૂર નથી તો તેમને શા માટે બોલાવો છો.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer