મકાનની માલિક સોસાયટી જ છે : નોટિસ મોકલવી જરૂરી

મુંબઈ, તા 22 :  મુંબઈ પાલિકાએ ઘાટકોપર વેસ્ટની સોસાયટીના ચેરમેન પર નોટિસ મોકલી હોવા છતાં સ્ટ્રકચરલ ઓડિટ ન કરવા બદલ કેસ કર્યો હતો. જોકે મેજિસ્ટ્રેટ કોર્ટે  ચેરમેનને આ આરોપમાંથી નિર્દોષ છોડ્યા છે. મકાન જૂનું અને જર્જરિત હતું. કોર્ટે કહ્યું હતું કે હાઉસિંગ સોસાયટીને કાનૂની પક્ષકાર બનાવ્યા  વિના હોદેદારોને તેમની વ્યક્તિગત ક્ષમતાના આધારે જવાબદાર ન ઠરાવી શકાય. મુંબઈ મ્યુનિસપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈ પ્રમાણે દરેક ફલેટના માલિકે સ્ટ્રકચરલ ઓડિટ કરવુ જોઈએ. જો સોસયટી સામે કોઈ પગલાં ન લેવામાં આવ્યા હોય તો હોદેદારોને સજા ન કરી શકાય. આથી ચેરમેનને દોષમુક્ત કરાય છે. અદાલતને પાલિકાએ જુલાઈ 2018માં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો  હતો કે એક રહેવાસીની ફરિયાદ મળ્યા બાદ જુનિયર એન્જાનિયરે વનમણી ભવનનું  ઓડિટ કર્યું હતું.  તેણે રીપોર્ટમાં કહયું હતું કે બે અને ચાર માળી ઈમારતના બીમ અને કોલમમાં તીરાડો છે અને ઝાડ ઉગેલા છે. આ રીપોર્ટ  બાદ પાલિકાએ ચેરમેનને સ્ટ્રકચરલ ઓડિટ કરવાનું કહ્યું હતું. જોકે આ આદેશ સોસાયટીને અપાયો નહોતો. આથી કોર્ટે ચેરમેન દીપક દોશીને છોડી મુક્યા હતા.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer