મુંબઈમાં સતત ત્રીજા દિવસે કોરોનાના એક હજાર નવા કેસ

મુંબઈ, તા. 22 : મુંબઈમાં દિવાળીના તહેવાર પછી નવા કેસમાં ઓચિંતો ઉછાળો આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે નવા કેસની સંખ્યા 1000 (1135)ને પાર કરી ગઈ હતી. ગયા સોમવારે નવા કેસ 409 હતા  જે છ મહિનાનો સૌથી નીચો આંકડો હતો. જોકે મંગળવારે 541, બુધવારે 871, ગુરવારે 924,  શુક્રવારે 1031  અને શનિવારે 1092 નવા કેસ મળ્યા હતા. જોકે પાલિકા કહે છે કે કેસની વધતી  સંખ્યા અમે વધારેલા ટેસ્ટને લીધે છે. અમે હવે દરરોજ  15000 ટેસ્ટ કરીએ છીએ. દિવાળીની 14 દિવસની સાઈકલ 28 નવેમ્બરે પતશે અને ત્યાં સુધી કેસમાં ઉછાળો આવી શકે.   આજે એક્ટિવ પેશન્ટ  9770 હતા.  આજે મુંબઈમાં 19 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 18 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 12 પુરુષ અને 7 મહિલા દર્દી હતા,. મરણ પામનારા 14 દર્દી 60 વર્ષની,ઉપરના, 3 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી.. બે  મૃતક દર્દી 40 વર્ષથી  નાની વયના  હતા.  મરણાંક 10673નો થયો છે.  કોરોનાના ભોગ બનેલાઓમાં મુંબઈનો રેકોર્ડ અતિશય ખરાબ છે. મુંબઈનો મૃત્યુદર 3.96 ટકા જેટલો ઊંચો છે. જોકે આજે 20થી ઓછા મરણ થયા એ સારો સંકેત છે.આજે 1053 દર્દી સાજા થયા હતા. કુલ 2,51,509 દર્દી સાજા થયા છે. 
મુંબઈમાં રીકવરી રેટ 92 ટકા અને ડબાલિંગ રેટ 258 દિવસનો છે. 15 નવેમ્બરથી 21 નવેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર 0.27 ટકાનો છે. શહેરમાં 365 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 4168 મકાનો સીલ કરાયા છે.  
રાજ્યમાં કોરોનાની સ્થિતી  બગડતી  જાય છે.  પખવાડિયું સારું રહ્યા  પછી રાજ્યમાં સતત 5500 (5753)થી વધારે મળવનો ક્રમ ચાલુ રહ્યો છે..  આજે 4060 દર્દી સાજા થયા હતા.  કુલ 16,51,064  દર્દી સાજા થયા છે.  રાજ્યમાં કોરોનાના કુલ દર્દી  17,80,208   થઈ ગયા છે. રાજ્યમાં 81512 સક્રિય દર્દી છે. 
રાજ્યમાં અગાઉ દરરોજ  300-400 મરણ થતા  હતા,પરંતુ હવે મરણ ઓછા થાય  છે. આજે  ફક્ત 50  દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.62  ટકાનો છે.  રાજ્યમાં   46623 દર્દીના  કુલ મૃત્યું થયા છેPublished on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer