મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉન ?

મહારાષ્ટ્રમાં ફરી લૉકડાઉન ?
નાયબ મુખ્ય પ્રધાનનો સંકેત
 મુંબઈ, તા.22: દિલ્હીની જેમ મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે અને કોરોનાની બીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉનનો પ્રબળ સંકેત આપતા કહ્યું છે કે, આ વિશે આગામી 8-10 દિવસીમાં સ્થિતિની સમીક્ષા કરીને ફેંસલો કરવામાં આવશે.
પવારના કહેવા અનુસાર દિવાળીમાં બજારોમાં ફરી વળેલી ભીડે કોરોના સંક્રમણ વધારી દીધું છે. આવી જ રીતે ગણેશ ચતુર્થીએ પણ ભીડ જામી હતી. હવે આ સંજોગોમાં સંબંધિત વિભાગો સાથે સરકારની ચર્ચા ચાલી રહી છે. આગામી 8-10 દિવસ માટે સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને પછી લોકડાઉન વિશે કોઈપણ નિર્ણય કરવામાં આવશે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer