156 વર્ષ જૂનો વસઈ બ્રિજ હટાવાશે

156 વર્ષ જૂનો વસઈ બ્રિજ  હટાવાશે
મુંબઈ, તા. 22 :  વસઈ ખાડી પરના અગ્રેજોના સાસન વખતે બંધાયેલા બે પુલમાંના એકને તોડવાનું ચાલું છે. આ બ્રિજ હવે વપરાતા નથી. નાયગાવ અને ભાયંદર રેલવે સ્ટેશન વચ્ચેના પુલને તોડવાથી 1471 મેટ્રિક ટન ભંગાર મળશે અને જેના પશ્ચિમ રેલવેને 2.6 કરોડ રૂપિયા મળશે. વસઈ ખાડી પર બ્રીજ નબર 73 અને 75નું બાંધકામ 1864માં થયું હતું. વિરાર અને બેકબે વચ્ચેની પહેલી ટ્રેન 12 એપ્રીલ 1867માં દોડી હતી. બે નવા સમાંતર પુલ તૈયાર થાય બાદ 156 વર્ષ જૂના  બ્રીજનો ઉપયોગ બંધ કરાયો હતો.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer