ચાર્લ્સ પેરુઝિનીએ પત્ની કેટની સુંદરતાને દર્શાવતું આ પેઇન્ટિગ બનાવ્યું હતું

ચાર્લ્સ પેરુઝિનીએ પત્ની કેટની સુંદરતાને દર્શાવતું આ પેઇન્ટિગ બનાવ્યું હતું
બરોડા મ્યુઝિયમમાં 140 વર્ષ  જૂનું `કોરોના' પેઇન્ટિગ
કોરોના ભલેને લોકોને ડરાવતો, હચમચાવતો હોય, પણ બરોડા મ્યુઝિયમનું રૂ.8 કરોડની અંદાજિત કિંમતનું એક કલાત્મક `કોરોના' પેઇન્ટિગ છે. બરોડા મ્યુઝિયમના યુરોપિયન પેઇન્ટિગ વિભાગમાં 63.5ડ44.5 સેન્ટિમીટરની સાઇઝનું આ પેઇન્ટિગ 140 વર્ષ પહેલાં મહારાજા દ્વારા  54 પાઉન્ડમાં ખરીદવામાં આવ્યું હતું, જેની વર્તમાન કિંમત અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયા છે. 
મહારાજા સયાજીરાવે 19મી સદીમાં આશરે 140 વર્ષ પહેલાં ખ્યાતનામ આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝિની પાસેથી આ પેઇન્ટિગ 54 પાઉન્ડમાં ખરીદ્યું હતું, જેની કિંમત આશરે વર્ષ 1960માં અંદાજિત 1 લાખ અંકાઇ હતી. કોરોના ટાઇટલની આર્ટિસ્ટ કેટ પેરુઝિનીના પેઇન્ટિગની સાઇઝ 63.5ડ્ઢ44.5 સેન્ટિમીટર છે. આ પ્રકારનું પેઇન્ટિગ  વિશ્વના કોઇપણ મ્યુઝિયમમાં સંગ્રહ કરાયું નથી. કોરોનાના સમયમાં પણ મ્યુઝિયમમાં ઓઇલ પેઇન્ટિગમાં સૌથી સુંદર ગણાતું કોરોના ટાઇટલનું પેઇન્ટિગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 
વ્યક્તિની સુંદરતાને તાજ સાથે સરખાવવાનો અર્થ પણ કોરોના થાય છે. પેઇન્ટિગમાં દર્શાવવામાં આવેલી યુવતી ખ્યાતનામ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની પુત્રી તેમજ આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝિનીની પત્ની અને આર્ટિસ્ટ કેટ પેરુઝિની છે. ચાર્લ્સ પેરુઝિનીએ તેની પત્નીનાં અસંખ્ય પેઇન્ટિગ બનાવ્યાં હતાં, જે તેની સુંદરતા માટે ઘણી પ્રચલિત હતી. તેની પત્નીના આ મોહક રૂપને તાજ સાથે સરખાવીને આર્ટિસ્ટ ચાર્લ્સ પેરુઝિનીએ આ પેઇન્ટિગનું નામ કોરોના રાખ્યું હતું. તેમ કલા સંરક્ષક ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું. 
ઐતિહાસિક બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર આર્ટ ગેલેરીમાં કરોડો રૂપિયાની કલાકૃતિઓનો ખજાનો છે, જેમાં પિક્ચર ગેલેરીમાં મહારાજા સાયાજીરાવ દ્વારા સંગ્રહ કરવામાં આવેલાં 210 યુરોપિયન ઓઇલ પેઇન્ટિગ છે. આ કલેક્શન સાઉથ  ઇસ્ટ એશિયાનું સૌથી મોટું કલેક્શન છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer