પ્રદૂષણે એવરેસ્ટ સર કર્યું

પ્રદૂષણે એવરેસ્ટ સર કર્યું
મારિયાના ટ્રેન્ચ પર પ્લાસ્ટિકના ચિંતાજનક ઢગલા
લંડન, તા. 22 : માઉન્ટ એવરેસ્ટ સર કરવું સાહસિકોનું સ્વપ્ન હોય છે, પરંતુ તેના શિખર પર પણ લોકો કચરો ફેલાવી રહ્યા હોવાથી એવરેસ્ટ પ્રદૂષણના સંકટમાં ઘેરાયું છે. 
મારિયાના ટ્રેન્ચ પર પ્લાસ્ટિકના ગંજ ખડકાયેલા મળી આવતાં એવરેસ્ટ પર માઈક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવા માંડયું છે. 
પ્લાસ્ટિકના ઢગલા 8850 મીટરના શિખર પર 100 મીટર દૂર જ મળ્યા છે. આ ક્ષેત્રને બાલ્કની તરીકે ઓળખવામાં આવે છે. 
એવરેસ્ટ પર 11 જગ્યાએથી નમૂના એકઠા કરાયા હતા, જેમાંથી બધામાં માઈક્રોપ્લાસ્ટિક જ મળી આવ્યા છે. સૌથી વધુ પ્રદૂષણ બેસ કેમ્પની  આસપાસ મળ્યું હતું. જે સ્થળ પર ટ્રેકર, પર્વતારોહકો સૌથી વધુ સમય વિતાવે છે.Published on: Mon, 23 Nov 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer