કાઠમાંડુ કનેકશનના સેટ પર કલાકારોએ માણી પાણીપૂરીની મોજ

કાઠમાંડુ કનેકશનના સેટ પર કલાકારોએ માણી પાણીપૂરીની મોજ
પાણીપૂરીનું નામ આવતાં જ સૌના મોંમાં પાણી આવી જાય છે. હાલમાં સોની લિવની આગામી વેબ સિરિઝ કાઠમંડુ કનેકશનના સેટ પર કલાકારોએ પાણીપૂરી પાર્ટી કરી હતી. લખનઊના શૂટિંગ શિડયુલ દરમિયાન કલાકારોએ વારંવાર પાણીપૂરી ખાધી અને પાર્ટી કરી હતી. સિરિઝમાં શિવાનીનું પાત્ર ભજવતી અભિનેત્રી અક્સા પરદાસાની પાણીપૂરીની ચાહક છે. તેને શૂટિંગ દરમયાન પાણીપૂરી ખાવાની હતી. આથી સેટ પર પાણીપૂરીની રેંકડી હતી અને તે દૃશ્ય શૂટ થયા બાદ બધા જ પાણીપૂરી ખાવા લાગ્યા હતા. અભિનેતા અમિત સયાલ અને દિગ્દર્શક ગોપાલ દત્તો પણ ડાયટિંગ ભૂલીને પાણીપૂરી ખાવા લાગ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે, હું ચાટપ્રેમી છું અને મારું પાત્ર શિવાની પણ એવું જ છે. આથી મને શૂટિંગમાં પાણીપૂરી ખાવાનું કહેવામાં આવ્યું ત્યારે મારા મોંમાં પાણી આવી ગયું હતું. હું તો શૂટિંગ પૂરું થવાની રાહ જોતી હતી જેથી બધા જ મિજબાની માણી શકે. આ પાણીપૂરી પાર્ટી યાદગાર બની ગઈ હતી. 

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer