કુંડલી ભાગ્યમાં દુષ્ટ અક્ષયની વેરની વસૂલાત

કુંડલી ભાગ્યમાં દુષ્ટ અક્ષયની વેરની વસૂલાત
ઝી ટીવીની સિરિયલ કુંડલી ભાગ્યમાં કરણ (ધીરજ ધૂપર) અને પ્રીતા (શ્રદ્ધા આર્ય)ના જીવનમાં આવેલા વળાંકોએ દર્શકોને જકડી રાખ્યા છે. હાલમાં પૃથ્વી (સંજય ગગનાની) બદઈરાદા સાથે ક્રિતિકા (ટ્વીંકલ વશિષ્ટ) સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરીને લુથરા પરિવારમાં તોફાન મચાવે છે. આ લગ્નના નાટક સાથે વધુ એક વળાંકમાં દુષ્ટ અક્ષય (નવીન શર્મા) કરણ અને પ્રીતાના જીવનમાં મુશ્કેલી વધારવા આવ્યો છે. એક વિચિત્ર વળાંકમાં અક્ષયને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને તે માટે પરિવારનો કોઈ સભ્ય જવાબદાર હોવાનું પોલીસે કહેતા સૌ ચિંતિત થયા છે. ત્યાં અક્ષય પાછો આવે છે. 
અભિનેતા નવીન શર્માએ અક્ષયના આગમન વિશે જણાવ્યું હતું કે, મેં ફરી કુંડલી ભાગ્ય માટે શૂટિંગ શરૂ કર્યું છે. મને પહેલેથી જ આ ટ્રેકની જાણ કરવામાં આવી હતી. અક્ષય હોળી દરમિયાન બદલો લેવા પાછો ફરે છે અને વેરની વસૂલાત માટે તેના મનમાં દુષ્ટ યોજનાઓ પણ છે. તે ક્રિતિકાને બ્લેકમેલ કરીને લુથરાને મુશ્કેલીમાં મૂકવા માગે છે. 
આ માટે તે પૃથ્વીની મદદ લેશે. પૃથ્વી તેની સાથે હાથ મિલાવશે કે લુથરાને કહેશે તે જોવું રહ્યું. 

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer