મિયામી અૉપનમાં બાર્ટી અને બિયાંકા વચ્ચે ખિતાબી ટક્કર

મિયામી અૉપનમાં બાર્ટી અને બિયાંકા વચ્ચે ખિતાબી ટક્કર
મિયામી, તા. 2 : વિશ્વની નંબર વન મહિલા ખેલાડી ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી મિયામી ઓપનના ફાઇનલમાં પહોંચી ગઇ છે. જ્યાં તેની ટકકર કેનેડાની પૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન ખેલાડી બિયાંકા આંદ્રેસ્કૂ સામે થશે. સેમિ ફાઇનલમાં બાર્ટીએ ઉક્રેનની ખેલાડી ઇલિના સ્વિતોલિનાને 6-3 અને 6-3થી હાર આપી હતી. આ જીતથી બાર્ટીનું વર્લ્ડ નંબર વનનું સ્થાન પણ સુનિશ્ચિત થયું છે.  જ્યારે બીજા સેમિ ફાઇનલમાં કેનેડાની બિયાંકા આંદ્રેસ્કૂએ ગ્રીસની ખેલાડી મારિયા સકારી સામે 7-6, 3-6 અને 7-6થી રોમાંચક જીત મેળવી હતી. બિયાંકાએ લગભગ 1પ માસ બાદ કોર્ટમાં વાપસી કરી છે.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer