આનંદ મહિન્દ્રાએ વચન પાળ્યું : નટરાજનને એસયુવી કાર ભેટ કરી

આનંદ મહિન્દ્રાએ વચન પાળ્યું : નટરાજનને એસયુવી કાર ભેટ કરી
નવી દિલ્હી, તા. 2 : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર કેરળના ઝડપી બોલર ટી. નટરાજનને ઓટોમોબાઇલ કંપનીના માલિક આનંદ મહિન્દ્રાએ સ્પોર્ટસ યુટિલીટ વેહિકલ (એસયુવી)કાર ભેટમાં આપવાનું વચન પૂરું કર્યું છે. આ જાણકારી ખુદ નટરાજને કારના ફોટા સાથે આપી હતી. નટરાજને લખ્યું છે કે ભારત માટે ક્રિકેટ રમવું મારી જિંદગીની સૌથી મોટી વાત છે. લોકોએ મને જે રીતે પ્યાર આપ્યો તેથી અભિભૂત છું. આજે હું નવી એસયુવી થાર ગાડી ડ્રાઇવ કરીને ઘરે પહોંચ્યો છું. આ માટે આનંદ મહિન્દ્રાનો ઘણો આભારી છું. આનંદ મહિન્દ્રાએ ફકત નટરાજન જ નહીં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર દેખાવ કરનાર ટીમ ઇન્ડિયાના અન્ય નવોદિત ખેલાડી મોહમ્મદ સિરાઝ, શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર અને નવદિપ સૈનીને કાર ભેટમાં આપવાનું વચન આપ્યું છે.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer