ફેડરરના જન્મદિનને સ્વિસ સરકાર નેશનલ ડે તરીકે ઊજવશે

ફેડરરના જન્મદિનને સ્વિસ સરકાર નેશનલ ડે તરીકે ઊજવશે
લૂસાને, તા.2: મહાન ટેનિસ સ્ટાર રોઝર ફેડરર દુનિયા માટે કિવદંતી ગણાય છે, પણ તેના દેશ સ્વિત્ઝરલેન્ડના લોકો ફેડરરને આથી પણ વધુ માન-સન્માન આપે છે. આ ટેનિસ સ્ટારની શાનદાર ઉપલબ્ધિઓનો જશ્ન મનાવવા સ્વિત્ઝરલેન્ડ 8 ઓગસ્ટ 2021ના નવા નેશનલ ડેના રૂપમાં ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યંy છે. આ દિવસે ફેડરર 40 વર્ષનો થશે. આ માટે સ્વિસ સરકારે દેશનો સત્તાવાર નેશનલ ડે એક સપ્તાહ આગળ લઇ જવો પડશે. સ્વિસ સરકારે તાજેતરમાં તેના દેશના મહાન ટેનિસ ખેલાડી રોઝર  ફેડરરના માનમાં 8 ઓગસ્ટે નેશનલ ડે ઉજવવાની સંસદમાં વાત કરી હતી. જે 80 લાખ દેશવાસીઓએ વધાવી લીધી હતી.
ગયા વર્ષે ફેડરરના માનમાં સ્વિસ સરકારે 20 ફ્રેંકનો ચાંદીનો સિક્કો પણ ચલણમાં મુકયો હતો. દુનિયાના આ સૌથી ખુબસુરત દેશ ગણાતા સ્વિત્ઝરલેન્ડનો ફેડરર ટૂરીઝમ દૂત પણ છે. ફેડરર કહે છે કે હું જ્યારે પણ ટેનિસ કોર્ટમાં પગ મૂકુ ત્યારે સ્વિત્ઝરલેન્ડનું પ્રતિનિધિત્વ કરુ. જ્યાં પણ મારું નામ હોય, ત્યાં સ્વિત્ઝરલેન્ડનો ઝંડો હોય.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer