ટીમ ઇન્ડિયાના વર્લ્ડ ચૅમ્પિયન બન્યાનાં 10 વર્ષ પૂરાં થવા પર ખેલાડીઓ ભાવુક

ટીમ ઇન્ડિયાના વર્લ્ડ ચૅમ્પિયન બન્યાનાં 10 વર્ષ પૂરાં થવા પર ખેલાડીઓ ભાવુક
નવી દિલ્હી, તા.2: ભારતીય ક્રિકેટ ટીમે બીજીવાર વર્લ્ડ કપ જીત્યાને આજે 10 વર્ષ પૂરા થયા છે. ટીમ ઇન્ડિયા મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં તા. 2 એપ્રિલ 2011ના મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકા સામે 6 વિકેટે ઐતિહાસિક વિજય હાંસલ કર્યોં હતો. વર્લ્ડ ચેમ્પિયન બન્યાના 10 વર્ષ પૂરા થવા પર ટીમ ઇન્ડિયાને સતત અભિનંદન મળી રહ્યા છે. એ વિજેતા ટીમનો નવો-સવો ખેલાડી વિરાટ કોહલી હાલ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે અને વિશ્વ ક્રિકેટનો નંબર વન બેટસમેન છે. 
ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે કોચ તરીકે દ. આફ્રિકાના ગેરી કર્સ્ટન હતા. તેમણે આ જીતને યાદ કરતા આજે કહ્યંy કે અમે ત્રણ વર્ષ પહેલા જ પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. અમે લક્ષ્ય રાખ્યો હતો કે ટીમને 28 વર્ષ પછી ફરી વિશ્વ વિજેતા બનાવવી છે.
ફાઇનલમાં ભારત તરફથી ગૌતમ ગંભીરે સૌથી વધુ 97 રન કર્યાં હતા. જ્યારે સુકાની ધોનીએ પાંચમા ક્રમે બેટિંગમાં આવીને અણનમ 91 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ધોનીએ યુવરાજ પહેલા બેટિંગમાં આવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. ધોનીએ 49મી ઓવરના બીજા દડે શ્રીલંકાના બોલર કુલશેખરાના દડામાં છકકો ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલમાં હજુ પણ દ્રષ્ય કંડારાયેલું છે.

Published on: Sat, 03 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer