મુંબઈ, તા. 2 : રૂની આ સિઝનમાં (અૉક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021)માં રૂની નિકાસ 47 લાખ ગાંસડી નક્કી થઈ છે અને સિઝન આખર સુધીમાં 60થી 70 લાખ ગાંસડી થવાની ધારણા છે, એમ કૉટન કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા (સીસીઆઈ)ના સીએમડી પ્રદીપકુમાર અગ્રવાલે જણાવ્યું હતું.
સીસીઆઈ પાસે 47 લાખ ગાંસડીનો સ્ટોક છે. કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)ના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું છે કે આ સિઝનમાં રૂની નિકાસ 60 લાખ ગાંસડી થવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય ભાવ ઘટયા છે. આથી હવે આંતરરાષ્ટ્રીય ભાવ અને સ્થાનિક ભાવ એકસરખા થઈ ગયા છે. ભારતમાં રૂના ભાવ સ્થિર રહેવાની કે થોડાક વધવાની ધારણા છે. આનો આધાર 50 લાખ ગાંસડીઓનો સ્ટોક ધરાવતી સરકારી એજન્સીઓની નીતિ પર રહેશે.
Published on: Sat, 03 Apr 2021
રૂની નિકાસ 70 લાખ ગાંસડી થવાની વકી : સીસીઆઈ
