અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન વાઝેનું કેરેક્ટર ખરાબ છે, તેઓને ફરી સેવામાં લેશો નહીં એમ મેં રાષ્ટ્રવાદીના વડા શરદ પવાર, શિવસેનાના સંજય રાઉત અને ગૃહપ્રધાન અનિલ દેશમુખને કહ્યું હતું પરંતુ મારી વાત સાંભળવામાં આવી નહોતી. એ મહાવિકાસ આઘાડી સરકારની મોટી ભૂલ હતી એમ સમાજવાદી પક્ષના મહારાષ્ટ્ર એકમના વડા અને વિધાનસભ્ય અબુ આસીમ આઝમીએ જણાવ્યું છે. આઝમીએ જણાવ્યું હતું કે ઘાટકોપર બૉમ્બસ્ફોટ ધડાકાના આરોપી ખ્વાજા યુનુસના કસ્ટડીમાં મૃત્યુ અંગે વાઝે આરોપી છે. તેનો ખટલો હજી ચાલુ છે. મહાવિકાસ આઘાડીના નેતાઓને મુંબઈના તત્કાલીન પોલીસ આયુક્ત પરમબીર સિંહે અલગ સલાહ આપી હતી. તેથી વાઝે ફરી નોકરીમાં આવી ગયા હતા એમ આઝમીએ ઉમેર્યું હતું.
Published on: Sat, 03 Apr 2021